લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં ગ્રોથ નોંધાયો,જેનાથી વાર્ષિક 30 હજારની બચત થાય છે

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે.ત્યારે ઇ-સ્કૂટર્સ ઓફિસ અને દૈનિક ઉપયોગ માટે લોકોની પ્રથમ પસંદગી બની રહ્યું છે.જેનું સૌથી મોટું કારણ વધતાં જતાં પેટ્રોલના ભાવ છે.ત્યારે બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરે આ દરમિયાન વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે.જેમાં એપ્રિલ મહિના દરમિયાન ઇ-સ્કૂટરના વેચાણમાં માસિક ધોરણે 464.44%નો વધારો થયો છે.આમ બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરના 90 યૂનિટ માર્ચ દરમિયાન વેચાયાં હતા જે આંક એપ્રિલમા વધીને 508 યૂનિટ થઈ ગયો છે.આમ સ્કૂટરમાં એલ.ઇ.ડી લાઇટ્સ,ફ્રંટ ડિસ્ક બ્રેક્સ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે રિજનરેટિવ બ્રેકિંગ પણ આપવામાં આવી છે.આ સિવાય ચેતકની બંને બાજુ 12 ઇંચના એલોય વ્હીલ્સ, આગળના ભાગમાં 90/90 ટાયર અને પાછળના ભાગમાં 90/100 ટાયર આપવામાં આવ્યાં છે.જેમાં ફ્રંટ-વ્હીલને એક લીડિંગ-લિંક-ટાઇપ સસ્પેન્શન મળે છે,જ્યારે પાછળના વ્હીલને મોનોશોક સસ્પેન્શન મળે છે.આ ઉપરાંત સ્કૂટરમાં રિવર્સ ગિયર પણ ઉપલબ્ધ છે.