લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / બનાસ ડેરીના ખેડૂતો મધની ખેતી દ્વારા આત્મનિર્ભર બન્યા

વડાપ્રધાને 2016માં બનાસકાંઠાની ધરતી પર પધારીને ખેડૂતોને શ્વેતક્રાંતિની સાથે મધ ઉત્પાદનના માધ્યમથી સ્વીટ ક્રાંતીના વાહક બનવા આહ્વાન કર્યું હતું.ત્યારે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ આહ્વાનને પડકારના રૂપમાં સ્વીકારીને ખેડૂતોની આવક બમણી કરવાના ઉદેશ્ય સાથે બનાસ મધ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો તેમજ ખેડૂતોને મધની ખેતી કરવા તાલીમ આપી અને મધની ખેતી કરવા માટે આર્થિક સહાય અને જરૂરી મદદ પણ કરી હતી.ત્યારે બનાસ ડેરીના ખેડૂતો ખેતરમાંથી પાક મેળવી પશુપાલન થકી દૂધ ઉત્પાદન કરી તેમજ બનાસ મધ પ્રોજેક્ટમાં જોડાઈ મધની ખેતી દ્વારા આત્મનિર્ભર બન્યા છે.આમ બનાસ ડેરીએ અત્યારસુધીમાં 587 જેટલા ખેડૂત પરિવારોને મધ ઉત્પાદન માટે તાલીમ આપી છે અને 6609 મધ પેટીઓની વહેચણી કરી છે.જેના કારણે જિલ્લાભરમાંથી સફળતાપૂર્વક 85807 કિલોગ્રામ મધનું સંપાદન કર્યું છે.