લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / બનાસકાંઠા જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઇ

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેતા અને એપેડેમીક અધિકારી ડો.જીગ્નેશ હરિયાણીના નેતૃત્વમાં અર્બન હેલ્થ સેન્ટર 2 પાલનપુર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મચ્છરજન્ય બિમારીઓની જનજાગૃતિ અંગેનો પ્રચાર-પ્રસાર‌ તથા પોરામાંથી મચ્છરની ઉત્પત્તિ તેમજ રોગચાળા અટકાયતી પગલાં વિશે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.જેમા વિશ્વ મેલેરિયા દિવસ પ્રસંગે ઉભા કરાયેલા સ્ટોલમાં મચ્છરની ઉત્પતિ થાય તેવા પાત્રો જેવા કે પક્ષીઓ માટે પાણીના કુંડા,ટાયર,કુલર,ફ્રીજની પાછળ પ્લાસ્ટીકના બોક્ષમાં તેમજ નાની-મોટી ભંગારમાં વરસાદ પાણી ભરાઈ રહે તેવી વસ્તુઓની ગોઠવણી કરી મચ્છરનો જન્મ,બિમારીઓ અને અટકાયતી પગલાં વિશે જાણકારી અપાઇ હતી તેમજ મેડીકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો.