લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કામોનું સામૂહિક લોકાર્પણ કરવામાં આવ્યુ

બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સામૂહિક સ્વચ્છતા સંકુલ,સેગ્રીગેશન શેડ,ગ્રેવોટર મેનેજમેન્ટ યુનીટ જેવા જુદાજુદા કામોનું 28મી માર્ચે સામૂહિક લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે દાંતીવાડા તાલુકાના રામસીડા તેમજ રતનપુરા ગામમાં સેગ્રીગેશન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જ્યારે તાલુકા વિકાસ અધિકારી અમીરગઢના હસ્તે ડાભેલા ખાતે સેગ્રીગેશન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.આમ જિ લ્લામાં 7 સામૂહિક સ્વચ્છતા સંકુલનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતું.જેમાં દાતિવાડા,દિયોદર,સૂઈગામ,પાલનપુર,થરાદ,વડગામ અને વાવ તાલુકામાં એક-એક સામૂહિક સ્વચ્છતા સંકુલ તેમજ જિલ્લામાં 7 સેગ્રીગેશન શેડમાં દાંતીવાડા તાલુકામાં-2,ડીસા તાલુકામાં-2, પાલનપુરમાં-1,અમીરગઢમાં-1,દિયોદરમાં-1 તથા ગ્રેવોટર મેનેજમેન્ટ યુનીટમાં ડીસામાં 1,પાલનપુરમા 1 અને વડગામમાં 1 ગ્રેવોટર મેનેજમેન્ટ યુનીટનું લોકાર્પણ કરાયું હતું.