Error: Server configuration issue
બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જેમા વહેલી સવારથી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદના ઝાપટા પડી રહ્યા છે. ત્યારે લાંબાસમય બાદ વરસાદ વરસતા ખેડતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લામાં સીઝનનો એવરેજ 39.18 ટકા વરસાદ નોંધાતા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આમ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કાંકરેજમાં 53 મિમી,ડીસામાં 15 મિમી,થરાદમાં 04 મિમી,દાંતામાં 02 મિમી,દાંતીવાડામાં 04 મિમી,દિયોદરમાં 81 મિમી,ધાનેરમાં 03 મિમી,પાલનપુરમાં 03 મિમી,ભાભરમાં 69 મિમી,લાખણીમાં 55 મિમી,વડગામમાં 05 મિમી,વાવમાં 16 મિમી વરસાદ વરસ્યો છે. જેના કારણે જિલ્લાના ડેમો,તળાવો,ચેકડેમો સુખા ભઠ્ઠ જોવા મળતા શિયાળુ તેમજ ઉનાળુ ખેતીને લઈ ખેડુતોમાં ચિંતા જોવા મળી રહી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved