લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. જ્યારે પાલનપુર સહિતના ગામડાઓમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેમાં દાંતીવાડામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અંબાજીમાં પડેલા ભારે વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાવમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી અનુભવાઇ હતી. આ ઉપરાંત જિલ્લાના ભાભર,સુઇગામ,ડીસા સહિતના વિસ્તારોમા ધીમીધારે વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી ફેલાઇ હતી. આ સિવાય રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ અને સ્થાનિક વિસ્તારમાં સારો વરસાદ હોવાથી પાંથાવાડાથી 6 કિ.મી. દુર ગંગેશ્વર નજીક વહેતી સિપુ નદીમાં નવા નિર આવતા ખેડૂતો સહિત લોકોમાં ખુશી જોવા મળી હતી.