બાંગ્લાદેશ- શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી વનડે શ્રેણીમાં અંતિમ વનડેમાં દુશ્માંતા ચામીરાએ 16 રન આપીને 5 વિકેટ ઝડપતા શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની અંતિમ વન-ડેમાં 97 રનથી જીત મેળવી લીધી હતી.જ્યારે બાંગ્લાદેશે ત્રણ વન-ડેની શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આમ શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધા પછી કુશલ પરેરાના 122 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 120 રનની મદદથી 6 વિકેટે 286 રન કર્યા હતા.જેમાં ધનંજય ડી સિલ્વાએ અણનમ 55 રન ફટકારીને મહત્ત્વનું પ્રદાન આપ્યું હતું.જ્યારે બાંગ્લાદેશે 28 રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી ત્યારે મેચ તેના હાથમાંથી સરકી ગઈ હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતુ.ત્યારબાદ બાંગ્લાદેશનો લોઅર બેટિંગ ઓર્ડર ચામીરાનો સામનો કરવામાં નિષ્ફળ જતાં બાંગ્લાદેશ 189 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.જેમાં બાંગ્લાદેશ તરફથી મહમદઉલ્લાહે 53 અને મોઝડેક હુસૈને 51 રનનો ફાળો આપ્યો હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved