વડોદરા કોર્પોરેશન દ્વારા આગામી 31 માર્ચથી 5 એપ્રિલ સુધી ઇન્ટર કોર્પોરેશન ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમા તમામ ખરીદી અને ખર્ચની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવા દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ છે.જેમાં રાજ્યની 8 મહાનગર પાલિકાઓની મેયર ઇલેવન અને કમિશનર ઇલેવનની ટીમો ભાગ લેશે.ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ વચ્ચે પ્રતિવર્ષ ઇન્ટર કોર્પોરેશન ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે વડોદરા કોર્પોરેશન દ્વારા આગામી 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન ઇન્ટર કોર્પોરેશન ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વડોદરા કોર્પોરેશન સહિત ગુજરાતની આઠ મહા નગરપાલિકાની મેયર ઇલેવન અને કમિશનર ઇલેવનની ટીમો ભાગ લેશે.જે ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ, અમ્પાયર, કોચ, કોમે ન્ટેટર,મેનેજર તથા અન્ય આનુસંગિક સેવાઓ આપનાર સ્ટાફને હોટલમાં રહેવા જમવાની સુવિધા,ગ્રાઉન્ડ ઉપર પહોંચવા વાહન, ગ્રાઉન્ડ તેમજ પાર્કિંગમાં લાઇટિંગ,ક્રિકેટના સાધનો ખરીદવા ખેલાડીઓ માટે યુનિફોર્મ શૂઝ વગેરેની ખરીદી,ઓપનિંગ સેરેમની તથા ક્લોઝિંગ સેરેમનીના કાર્યક્રમમાં ટ્રોફી,ઇનામ,મેડલ સહિતની ખરીદી,હોર્ડિંગ્સ-જાહેરાત પ્રચાર પ્રસાર,પાણી અને કોલ્ડ્રિંક સહિતની વ્ય વસ્થા,સિક્યુરિટી,ગ્રાઉન્ડ પર ડીજે અને એલઇડી,ખેલાડીઓ અને મહાનુભવોને આમંત્રણ,લાઈવ પ્રસારણ,સાઇનિંગ બોર્ડ, દવાઓ, તબીબ,લંચ-સહિતની જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા માટે ખર્ચ થશે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved