લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાની નગર પ્રા.શિક્ષણ સમિતિની બેઠક પર ચૂંટણી યોજાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય વર્ગની ખાલી પડેલી બેઠકની ચૂંટણીની જાહેર સૂચના મેયરે પ્રસિદ્ધ કરી છે.જે ચૂંટણી આગામી 26 એપ્રિલે બપોરે 12 થી 3માં કોર્પોરેશન ખાતે યોજાશે અને તે દિવસે પરિણામ જાહેર થઈ જશે.આમ શિક્ષણ સમિતિમાં 15 સભ્યો હોય છે જેમાંથી 3 સરકાર દ્વારા નિયુક્ત હોય છે,જ્યારે 12 12 સભ્ય ચૂંટણી દ્વારા થતાં હોય છે.આ 12 માંથી 8 સભ્યો સામાન્ય વર્ગના હોય છે.આમ વડોદરા કોર્પોરેશનમાં 76 કોર્પોરેટર છે.આ ચૂંટણીમાં કોર્પોરેટરો મતદાન કરે છે.જેમાં વર્તમાનમાં ભાજપના 69 કોર્પોરેટર જ્યારે કોંગ્રેસના 7 છે.આમ આ ચૂંટણી માટે આગામી 12 એપ્રિલે બપોરે 12 થી 3 સુધીમાં ફોર્મ ભરી શકાશે.જ્યારે 19ના રોજ ફોર્મની ચકાસણી થશે.