લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી શરૂ કરવામા આવી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ પ્રી-મોનસુનની કામગીરી શરૂ કરી છે.જેમાં મેઇન હોલ,કેચપીટ,વરસાદી ચેનલ અને કાંસની 50 ટકા જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે અને આગામી બે મહિનામાં તમામ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષનું કહેવું છે.ત્યારે જે વિસ્તારમાં ચોમાસાના પાણી ભરાય છે ત્યાં કોર્પોરેશન દ્વારા કોર્પોરેટિંગ વેલનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.જેના કારણે કલાકો સુધી ભરાઈ રહેતા વરસાદી પાણી ઝડપભેર ઉતરી જાય છે.ત્યારે આ વખતના કોર્પોરેશન બજેટમાં પરકોલેટીંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ પર લીધા છે અને શહેરના જે વિસ્તારોમાં વોટર લોગિંગના પ્રશ્નો છે ત્યાં આના કામો કરવામાં આવશે.આમ દર વર્ષે ચોમાસામાં હાઇવે તરફથી વરસાદી પાણી આવતા પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થાય છે તેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં વરસાદી ચેનલો અને કાસની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે.