લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / બરોડા ડેરીના પ્રમુખ તરીકે સતિષ નિશાળીયાની જાહેરાત કરવામાં આવી

બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ડિરેક્ટરને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.આમ વર્તમાનમા બરોડા ડેરીના પ્રમુખ તેમજ ઉપપ્રમુખે રાજીનામા આપી દેતા અઢી વર્ષની પ્રથમ ટર્મમાં બે મહિના માટે બંને હોદ્દા ખાલી થયા હતા.ત્યારે તેની આજે ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભાજપના પ્રદેશ કક્ષાના પ્રતિનિધિને મેન્ડેટ અપાયો હતો.જેમાં પ્રમુખ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળીયા જ્યારે ઉપપ્રમુખ તરીકે ક્રિપાલસિંહની જાહેરાત કરવામાં આવી હતી.