લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાની એમ.એસ.યુનિ.નો 70મો પદવીદાન સમારોહ યોજાશે

બરોડાની એમ.એસ.યુનિવર્સિટીનો 70મો પદવીદાન સમારોહ આગામી 5 ફેબુ્આરીએ યોજાશે.કોરોનાના કારણે સતત બીજા વર્ષે પણ સમારોહ ઓનલાઈન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.આ પદવીદાન સમારોહમાં વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.આ વર્ષે પણ 10,000 ઉપરાંત વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવે તેવી શક્યતાઓ છે.પદવીદાન સમારોહમાં આ વખતે મૂળ વડોદરાના અને એમ.એસ.યુનિવસિર્ટીની જ એક્સપરિમેન્ટ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.અસિત મિસ્ત્રી સેનામાં લેફટનન્ટ જનરલના પદ પર પહોંચનાર વડોદરાના પ્રથમ વ્યક્તિ છે. જેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિફેન્સ સ્ટડીઝમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.ચાર દાયકાની લશ્કરી કેરિયર દરમિયાન લેફટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીને ચાર વિશિષ્ટ સેવા પુરસ્કાર આપવામાં આવ્યા છે.જેમાં પરમ વિશિષ્ઠ સેવા મેડલ,અતિ વિશિષ્ઠ સેવા મેડલ તેમજ આર્મી સ્ટાફ અને જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ તરફથી મળેલા સન્માનનો પણ સમાવેશ થાય છે.લેફટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી નેશનલ ડિફેન્સ એકેડમી,ખડકવાસલાના કમાન્ડન્ટ રહી ચુકયા છે.મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રીમાં તેઓ કર્નલ તરીકે ફરજ બજાવી ચુકયા છે.