લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાની એમ.એસ.યુનિએ લતાજીને વર્ષ 2005માં ડોકટરેટની માનદ પદવી આપી હતી

સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી છે.ત્યારે લતા મંગેશકરની વડોદરા સાથે પણ યાદો જોડાયેલી છે.જેમાં લતા મંગેશકરને એમ.એસ.યુનિવર્સિટી દ્વારા વર્ષ 2005માં પદવીદાન સમારોહમાં ડોકટરેટની માનદ પદવી આપવામાં આવી હતી.જેમાં તેમની સાથે સાથે તે સમયે પ્લાનિંગ કમિશનના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ અહલુવાલિયાને પણ ડોકટરેટની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.યુનિવર્સિટીના 52મા પદવીદાન સમારોહમાં લતાજીને માનદ પદવી આપવામાં આવી હતી.