લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાના સમાવિષ્ટ વિસ્તારોમાં ફાયર સ્ટેશન અને સીસીટીવી મૂકાશે

વડોદરા કોર્પોરેશને સુરક્ષાની દ્રષ્ટિએ બજેટમાં કેટલાક કામોનો સમાવેશ કર્યો છે.જેમાં ભાયલી,વેમાલી અને બદામડીબાગ ખાતે નવું ફાયર સ્ટેશન ઉભુ કરવું તેમજ શહેરમાં વધુ 400 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.જેમાં શહેરના મુખ્ય જંકશન ઉપર 1000 જેટલા સીસીટીવી કેમેરા તથા 50 જેટલા ઓટોમેટીક નંબર પ્લેટ રીંડીંગ કેમેરા લગાવવામાં આવ્યા છે.આ સાથે બીજા 400 જેટલા સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે.આ સિવાય વેમાલી અને બદામડીબાગ ખાતે નવું ફાયર સ્ટેશન બનાવવાની સાથે વિવિધ વાહનો તથા જરૂરી સાધનસામગ્રી ખરીદવામાં આવશે.આ ઉપરાંત ફાયર એનઓસી સરળતાથી મળી રહે તે માટે ઓનલાઇન એપ્લિકેશન સિસ્ટમ વિકસિત થશે.