લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાના નવા યાર્ડ વિસ્તારમા ગંદા પાણીના મુદ્દે વિરોધ કરાયો

વડોદરાના નવા યાર્ડ વિસ્તારની રસુલજીની ચાલ તથા આજુબાજુની વસાહતોમાં છેલ્લા 8 મહિનાથી ગંદુ પાણી અને પીવાના પાણી તેમજ ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈ સ્થાનિક રહીશોએ ઉત્તર ઝોનની કચેરી ખાતે માટલા ફોડી વિરોધ કર્યો હતો.જેમા ઉનાળાની ઋતુ દરમિયાન પીવાના પાણીની માંગ વધતા અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ સર્જાયો છે.પરંતુ તેની સાથે ગંદા પાણીની સમસ્યાનો પણ વધારો થઈ રહ્યો છે.આ સિવાય અનેક વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવવાને કારણે પીવાના પાણીમાં ડ્રેનેજનુ ગંદુ પાણી મિશ્રિત થતા ઠેરઠેર ગંદા પાણીની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે.