બરોડા ખાતે આવેલી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગાઓના રહેવા તેમજ જમવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે વિશ્રામસદનનું ઉદ્ઘાટન કરવામા આવી રહ્યું છે.ત્યારે વડોદરાની એસ.એસ.જી હોસ્પીટલમા ઉત્તર-પશ્ચિમ ગુજરાત,મધ્ય ગુજરાત,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને દીવ-દમણમાંથી દરરોજ 5 હજારથી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે.ત્યારે સારવાર માટે આવતા દર્દીઓ તેમજ તેમના સંબંધીઓ માટે વિશ્રામ સદનનુ ઉદ્ધાટન થઇ રહ્યું છે.જેમાં અંદાજિત 24 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવનિમત વિશ્રામ સદનદનું આગામી 17મી એપ્રિલે કેન્દ્રીય ઉર્જામંત્રી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.જેમાં 6 માળનાં બિલ્ડિંગમા 235 લોકો રહી શકે તેવા 55 રૂમ બનાવવામાં આવ્યા છે.જેમા દરેક ફ્લોર પર એક વી.આઈ.પી રૂમ પણ બનાવાવમાં આવ્યો છે.જ્યારે બાકીના રૂમ ડોરમેટ્રી કેટેગરીના છે.જેનો લાભ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેઓના સગાઓને મળતો થઈ જશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved