વડોદરા જિલ્લાની સાવલી એપીએમસીમાં ફરી એકવાર ભાજપે સત્તા કબજે કરી છે.સાવલી તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં 493માંથી 453 મતદારોએ મતદાન કર્યું હતું.ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂત વિભાગની 10 બેઠક ઉપર માત્ર બે ઉમેદવાર ઉતાર્યા હતા.જ્યારે ભાજપે પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી 10 ઉમેદવારોની પેનલ બનાવી હતી જેથી 10 બેઠક માટે કુલ ઉમેદવારોની સંખ્યા 12 થઈ હતી.જેની આજે મતગણતરી થતા કોંગ્રેસના બંને ઉમેદવારોનો પરાજય થયો હતો.જ્યારે ભાજપના તમામ ઉમેદવારો વિજેતા બન્યા હતા.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved