વડોદરા મહાગ૨પાલિકાના વિસ્તારમાં આકા૨ણી થયેલ સ્લમ તેમજ ચાલી વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની સેવા પૂરી પાડવાની મંજુર દરખાસ્તની શરતોમાં પુનઃ વિચારણા કરવા મ્યુનિસિપલ કમિશનર તરફથી સ્થાયી સમિતિ સમક્ષ નિર્ણય હેતુ દરખાસ્ત રજૂ કરવામા આવી છે.ત્યારે આ કામગીરીમાં શરતોના ઉલ્લંઘન સાથે કોર્પોરેશનને આર્થિક નુકસાન પહોંચતું હોય તેવા સૂચન તમામ ઝોન તરફથી થયા છે.આમ શહેરમાં આકારણી થયેલ સ્લમ તેમજ ચાલી વિસ્તારોના મકાનો માટે પાણી અને ડ્રેનેજની આવશ્યક સેવાના અભિગમ સંદર્ભે નીતિ નક્કી કરવાની દ૨ખાસ્તને વર્ષ 2009 દરમિયાન સામાન્ય સભાની મંજૂરી મળી છે ત્યારે તેના અમલીકરણમાં ઝોનલ કક્ષાએ મુશ્કેલી ઉદભવતા તમામ ઝોનના કા.ઇ.ઓએ પુન: વિચારણા કરવાની જરૂરીયાત હોવાનું સૂચન કર્યું છે.આ અગાઉની મંજૂર દરખાસ્તના નિયમો પૈકી શરત નંબર 4માં આંતરિક રસ્તે પાણી-ડ્રેનેજની લાઇન નાંખવા માટે વસાહતના તમામ રહીશોએ સંયુક્ત રીતે અરજી ક૨વાની જે અરજી સાથે આકા૨ણી થયાની તથા તે મુજબ વેરો ભર્યાના પુરાવા ૨જુ ક૨વાના,અરજી સાથે દરેક ઘરદીઠ કનેક્શન દીઠ લાગત તરીકે રૂ.1500 ભરવાના તેમજ શરત ન 5 મુજબ વસાહતના તમામ યુનિટની સંયુક્ત સંમતિથી અરજી કરવામાં આવે તો અરજી સ્વીકા૨વાપાત્ર હોવાનો ઉલ્લેખ કરાયો છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved