લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / બરોડામાં ટેટ-2 પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરવામા આવી

પ્રાથમિક શિક્ષકોની ભરતી માટેની ટેટ પરીક્ષા પૂરી થયા બાદ તંત્ર દ્વારા આગામી 23 એપ્રિલના રોજ લેવાનારી ટેટ-2 પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા સહિત રાજ્યના નવ શહેરોમાં 2.76 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે.આમ વડોદરામાં 56,448 ઉમેદવારો પરીક્ષા આપવાના છે.જ્યારે અન્ય શહેરો જેવા કે અમદાવાદ શહેરમાં 35,089,અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 38,538 ઉમેદવાર નોંધાયા છે.આ સિવાય રાજ્યના રાજકોટ,સુરત,ગાંધીનગર, જૂનાગઢ,ભાવનગર અને જામનગરમાં ટેટ-2 પરીક્ષા લેવામાં આવનાર છે.