લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે ગોડાઉનમાં આગ લાગી

વડોદરાની વાઘોડિયા રોડ ચોકડી નજીક સવારે એક ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.જે અંગે ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે વાઘોડિયા ચોકડી નજીક ગૃહ ઉદ્યોગને લગતા પ્લાસ્ટિકના રો-મટીરીયલ સહિતનો જથ્થો નાના ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો.ત્યારે ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગ્યા બાદ પ્લાસ્ટિકને કારણે આગ ઝડપથી બાજુના ગોડાઉન સુધી પહોંચી હતી.જેમાં આગના ધુમાડા દૂરદૂર સુધી ફેલાતા લોકોમાં દહેશતનો માહોલ છવાયો હતો.ફાયર બ્રિગેડની ટીમે દોઢ કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.આગ કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ વીજ કનેક્શન કપાવ્યું હતું.