લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / બીસીસીઆઇ આવતા સપ્તાહે ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરશે

આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં યોજાનારા ટી-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમની જાહેરાત આવતા સપ્તાહે કરવામાં આવશે. આઇસીસીએ ટી-20 વર્લ્ડકપ માટેની ટીમ જાહેર કરવાની ડેડલાઈન 10મી સપ્ટેમ્બર જાહેર કરી છે અને બીસીસીઆઇ તે સમયે જ ટીમની જાહેરાત કરશે. આમ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડે ટી-20 વર્લ્ડકપ ટીમોની જાહેરાત કરી દીધી છે. આમ ભારતીય પસંદગીકારો ઓવલમાં આવતીકાલથી શરૂ થઈ રહેલી શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ પૂર્ણ થાય તે પછી મિટિંગ યોજશે. આમ ટી-20 વર્લ્ડકપની ભારતીય ટીમમાં સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અશ્વિન અને ઓપનર ધવનને સ્થાન નહીં મળે તેવું લાગી રહ્યું છે. ત્યારે ઓપનિંગમાં રોહિત શર્માનું સ્થાન લગભગ નક્કી જેવું છે. આ ઉપરાંત લોકેશ રાહુલ પણ વર્તમાનમાં શાનદાર ફોર્મમાં છે. આ સિવાય ઈશાન કિશન તેમજ પૃથ્વી શો પણ ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં સામેલ છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ ફિટનેસ મેળવી લીધી છે. જ્યારે તેનો ભાઈ કૃણાલ પંડયા પણ ટીમમાં સ્થાન મેળવવાનો દાવેદાર છે. કેપ્ટન કોહલીની ટીમમાં સ્થાન મેળવવા માટે સૂર્યકુમાર યાદવ,મનીષ પાંડે જેવા ખેલાડીઓ પર હોડમા જોવા મળી રહ્યા છે. સ્પિનર તરીકે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની દાવેદારી પણ મજબૂત છે.