લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / બેલ્જીયમમાં રશિયન હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે.પરંતુ તેની અસર ધીરેધીરે દેખાઈ રહી છે.જેમાં અમેરિકાના દબાણને કારણે બેલ્જીયમ સરકાર દ્વારા રશિયન હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જેથી સમગ્ર વિશ્વનું ડાયમંડ ટ્રેડીંગનુ હબ ગણાતા બેલ્જીયમ એન્ટવર્પ ખાતે રશિયાના હીરા પ્રવેશ નહી કરે ત્યારે તેની અસર સમગ્ર વિશ્વના હિરા ઉદ્યોગકારોને થશે.એન્ટવર્પ ખાતેથી સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગકારોને મેસેજ પણ મોકલી આપવામાં આવ્યા હતા.આમ સમગ્ર વિશ્વમાં હીરાનું સૌથી મોટા માર્કેટોમાંનું એક અમેરિકા છે. અમેરિકા દ્વારા થોડાસમય પહેલા રશિયન હીરા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.બીજીતરફ સુરતમાં આવેલી હીરા ઉદ્યોગની મોટી ફેકટરીઓમાં 15 દિવસ જ્યારે નાના કારખાનેદારોમાં એક મહિના સુધીનું વેકેશન આપવામાં આવ્યું છે.