લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બેંગ્લુરુમાં ભારે વરસાદથી ફ્લાઈટોને ડાયવર્ટ કરવામાં આવી

વર્તમાનમાં ઉત્તરથી લઈ દક્ષિણ સુધી અત્યારે ખૂબ વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે કર્ણાટકની રાજધાની બેંગ્લુરુ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયુ છે.જેમાં બેંગ્લુરુ એરપોર્ટ નજીક ભારે વરસાદના કારણે ઘણા સ્થળો પર પાણી ભરાઈ ગયુ છે જેના કારણે ફ્લાઈટનું સંચાલન પ્રભાવિત થયુ છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે.જેને કારણે 14 ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી તેમાંથી 12 ફ્લાઈટ્સને ચેન્નઈ,એક કોઈમ્બતુર જ્યારે એકને હૈદરાબાદ માટે ડાયવર્ટ કરવામા આવી હતી.આ સિવાય આજે પણ દેશના કર્ણાટક,તમિલનાડુ,કેરળ તેમજ આંધ્રમાં વરસાદ પડી શકે છે જેને લઈ લોકોને એલર્ટ રહેવા કહેવામા આવ્યુ છે.