લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બેસ્ટની ડેઈલી અને સિઝન ટિકિટના ભાડાંમા ઘટાડો કરાયો

બેસ્ટની બસોમા વિદ્યાર્થીઓ,વરિષ્ઠ નાગરિકો તેમજ ઓફિસ જનારા લોકો માટે એસી અને નોન-એસી બસોમાં માસિક પાસના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.ત્યારે નવા ઘટાડાયેલાં ટિકિટ ભાડા શુક્રવારથી અમલમાં આવશે.જેમાં રાઈડ પાસ માટેનું નવું ભાડુ રૂ.10 ઘટયું છે અને વ્યક્તિએ એક દિવસ માટે રૂ.50 અને માસિક પાસ માટે રૂ.750 ચૂકવવા પડશે.તેવી રીતે એક સુપર-સેવર પેકેજ છે જેમાં પ્રવાસી 28 દિવસ માટે રૂ.219 ચૂકવી શકે છે અને 60 ટ્રિપ કરી શકે છે.ત્યારે આ સ્કીમ હેઠળ વ્યક્તિ રૂ.15ના દૈનિક પાસમાં 4 ટ્રિપ કરી શકે છે.આ સિવાય વરિષ્ઠ નાગરિકોને 28 દિવસ અને તેથી વધુ સમયની સુપર સેવર ઓફરમા રૂ.50નુ ડિસ્કાઉન્ટ મળશે.આ સિવાય ખાનગી શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને રૂ.200માં ૩૦ દિવસનો પાસ મળશે.જેમાં 60 પ્રવાસની મંજૂરી આપી છે.