લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભાલેજ ઓવરબ્રિજ પાસેનો રેલવે ફાટક આગામી 10 દિવસ બંધ રહેશે

આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રીજ નજીક આવેલા ફાટક નં 260ને સમારકામના કારણે આગામી 10 દિવસ માટે બંધ રાખવામાં આવતા ઈસ્માઈલનગર વિસ્તારની અનેક સોસાયટીઓના રહીશોને ભારે હાલાકીઓ પડશે.જેમાં ઈસ્માઈલનગરના ભાલેજ ઓવરબ્રીજ નીચે આવેલા અમીના મંઝિલ પાસેના ફાટક નં 260 ખાતે રેલવેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હોવાથી તા.3-5-23ને સવારે 8:00 કલાકથી તા.13-5-23ને સવારે 7:00 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.ભાલેજ ઓવરબ્રીજ ખાતે ટ્રાફીક સમસ્યા ન સર્જાય અને વાહનચાલકોના સમય તેમજ ઇંધણનો બગાડ ન થાય તેવા હેતુથી તંત્ર દ્વારા યોગ્ય ટ્રાફીક નિયમન કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.