લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભાવનગર જિ. પં.ની સામાન્ય સભામા બજેટને મંજુરી આપવામાં આવશે

ભાવનગરની જિલ્લા પંચાયતની સામાન્ય સભા આવતીકાલે મળશે.જેમાં જિલ્લા પંચાયતના આશરે રૂ.1474.41 કરોડથી વધુના અંદાજપત્રને મંજુરી આપવામાં આવશે.ત્યારે આ સિવાય આ સભામાં પ્રશ્નોત્તરી રાખવામાં આવી છે તેથી વિપક્ષ કોંગ્રેસ આ અંગે પ્રશ્ન ઉઠાવશે.આ સભામાં શાસક-વિપક્ષ વચ્ચે કામગીરીના પ્રશ્ને ચર્ચા થશે.આ બેઠકમાં વિપક્ષના સભ્યો પડતર કામગીરીના પ્રશ્ન ઉઠાવી શાસક પક્ષને ભીંસમાં લેશે.આ સિવાય ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 207 અને 209 મુજબ જિલ્લા પંચાયતને મળતી સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોનું વર્ષ 2022-23નું આયોજન મંજુર કરવામાં આવશે.જેમાં અધ્યક્ષસ્થાનેથી અને અધ્યક્ષની મંજુરીથી કેટલાક કામો મંજુર કરવામાં આવશે.