ભાવનગર ડીસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક લીના નામે ઓળખાતી સહકારી સમીતીના સભ્યોની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે.જેના માટે સોમવાર ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો.જેમાં ભાજપ,કોંગ્રેસ સહિતના કેટલાક પક્ષના સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં.જેમાં સહકારી સમીતીના સભ્યોની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી યોજાતી હોય છે,જેના ભાગરૂપે ભાવનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક લીના 16 સભ્યની ચૂંટણી આગામી તા.28 ફેબુ્આરીના રોજ યોજાશે.જેમાં સવારે 10 થી સાંજના 4 કલાક સુધી મતદાન કરી શકાશે.આ ચૂંટણી માટે તા.26 જાન્યુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થયો હતો અને સોમવારે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હતો.આમ આ ચૂંટણી માટે 78 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનુ મામલતદાર કચેરીના સુત્રોએ જણાવ્યુ છે.જેમાં 9 ફેબુ્આરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને આગામી 11 ફેબુ્આરીએ માન્ય ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved