ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ફાયરમેનની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ત્યારે તેના ભાગરૂપે નિલમબાગ પાસે આવેલ સ્વિમિંગ પુલ ખાતે પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા મોટાભાગના ઉમેદવારોની ગેરહાજરી જોવા મળી હતી.જેની પ્રથમ શિફ્ટમાં 200 પૈકી 83 ઉમેદવારો હાજર રહ્યા હતા,જેમાં મેડિકલ ફિટનેસમાં 7 ઉમેદવારો ફેલ થયા હતા,જ્યારે લાયક 76 ઉમેદવારોએ પ્રેક્ટીકલ પરીક્ષા આપતા તે પૈકી 31 ઉમેદવારો સફળ રહ્યા હતા.જ્યારે બીજી શિફ્ટમાં 200 પૈકી 94 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા તે પૈકી 5 ઉમેદવારો મેડિકલ ફિટનેસમાં ગેરલાયક ઠર્યા હતા.જેમાં મોટાભાગના ઉમેદવાર ગેરહાજર રહ્યાં હતાં,જ્યારે લાયક 89 ઉમેદવારોની પરીક્ષા લેવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved