લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભાવનગરમાં ઉપરવાસના વરસાદથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક થઈ, સિંચાઈની સમસ્યા હલ થઈ

ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે ઓવરફ્લો થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે નીચાણવાળા વિસ્તારો સહિતના 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ભાવનગર,પાલિતાણા અને ગારિયાધારનો પાણીનો પ્રશ્ન હલ થયો છે. એની સાથે ભાવનગર જિલ્લાનાં અનેક ગામોનો સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં એક થી સાડાત્રણ ઇંચ વરસાદ વરસી જવાથી મૂરઝાઇ રહેલાં કપાસ,મગફળી,તલ,બાજરા સહિતના પાકોને નવજીવન મળ્યું હતું. તેમજ જળાશયોમાં પણ નવા નીરની આવક થઇ છે.