નવા નાણાંકીય વર્ષનો 1 એપ્રિલથી પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવા નાણાંકીય વર્ષના પ્રારંભે ઘરવેરામાં 10 ટકા રિબેટની યોજના અમલી બનશે.જેમાં બે માસ દરમિયાન કોર્પોરેશન કુલ ડિમાન્ડની 50 ટકાથી વધુ રકમ જમા મેળવી લેતું હોય છે.ત્યારે રિબેટ યોજનાને લઇ કોર્પોરેશન તંત્રએ તૈયારીને આખરી ઓપ આપ્યો છે.આમ ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ.138 કરોડનો લક્ષ્યાંક સામે રૂ.140 કરોડથી વધુ વસૂલાત થઇ છે ત્યારે આગામી વર્ષમાં લક્ષ્યાંકમાં રૂ.50 કરોડનો વધારો કરી આ વર્ષમાં રૂ.182 કરોડનો ટાર્ગેટ તંત્રને અપાયો છે.રિબેટ યોજનામાં એપ્રિલ માસમાં 10 ટકા અને મે માસમાં 5 ટકા વળતર અપાતું હોય છે.જ્યારે ઓનલાઇન ટેક્સ ચુકવણીમાં વધારાના 2 ટકાનું વળતર આપવામાં આવે છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved