લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ઉજવણી કરવામાં આવશે

સમગ્ર દેશમાં દર વર્ષે 22 એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે.ત્યારે તેનો મુખ્ય હેતુ લોકો પૃથ્વીનું મહત્વ સમજે અને પર્યાવરણ માટે જાગૃત બને તે છે.ત્યારે આ દિવસે પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીને બચાવવાનો સંકલ્પ લેવામાં આવે છે.આમ આ દિવસનો હેતુ લોકોને પૃથ્વીથી સંબંધિત પર્યાવરણના પડકારો જેવા કે ક્લાઈમેટ ચેન્જ,ગ્લોબલ વોર્મિંગ,પ્રદૂષણ અને જૈવવિવિધતા સંરક્ષણ બાબતે જાગૃત કરવાનો છે.ત્યારે આ દિવસને ઇન્ટરનેશનલ મધર અર્થ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.આ નિમિત્તે ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા રિજિયોનલ સાયન્સ સેન્ટરના મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓ માટે પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે.વિશ્વ પૃથ્વી દિવસ વિશ્વના 192 દેશોમાં મનાવવામાં આવે છે.આમ સપ્ટેમ્બર 1969માં સિએટલ વોશિંગ્ટનના એક સંમેલનમાં વિસ્કોન્સિનના અમેરિકન સેનેટર જેરાલ્ડ નેલ્સને તેને મનાવવાની જાહેરાત કરી હતી.