લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભાવનગરનુ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 82.51 ટકા પરિણામ આવ્યુ

ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનુ પરીણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતનું 65.58 ટકા પરીણામ આવ્યું હતું.જ્યારે ભાવનગર જિલ્લાનું 82.51 ટકા પરીણામ આવ્યું હતું.જેમાં એ 1 ગ્રેડમાં ૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.જે પરિણામની અસર એ 1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ પર જોવા મળી હતી.જેમાં ગત વર્ષે 11 વિદ્યાર્થીઓની સામે આ વર્ષે ૩ વિદ્યાર્થીનો સમાવેશ થયો છે.આમ ભાવનગર જિલ્લામાં 5173 વિદ્યાર્થીઓમાંથી 5164 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં એ 2માં 140,બી 1 ગ્રેડમાં 541,બી 2માં 926,સી 1માં 1285,સી 2માં 1064 જ્યારે ડી ગ્રેડમાં 297 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.