લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભાવનગર મહાનગર કિસાન મોરચા દ્વારા મિલેટ ફૂડ પ્રદર્શન યોજાયુ

દેશના પ્રધાનમંત્રીના આહવાન મુજબ દેશના લોકો રોજિંદા ખોરાકમાં મિલેટ ફૂડ પોષણયુક્ત આહારનો ઉપયોગ કરે અને કોઈ કુપોષિત ન રહે ત્યારે તે અભિયાનના ભાગરૂપે ભાવનગર મહાનગર કિસાન મોરચા દ્વારા મીલેટ ફૂડ પ્રદર્શન કાર્યક્રમ ચિત્રા ફુલસર ખાતે યોજાયો હતો.જેની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મિલેટ ફૂડ અને કુકિંગ વિષે નિધિદાબેન કવિએ વિસ્તૃત જાણકારી આપી હતી.આ સિવાય ડો.ગૌરાંગભાઈ સાટીયાએ મિલેટ ફૂડથી ન્યુટ્રીશન માટેના ફાયદાઓ વિશે માહિતી આપી હતી.મિલેટ ફૂડ પ્રદર્શનીમાં 79 લોકોએ ભાગ લીધો હતો.જેમાં 38 પ્રકારની વિવિધ આઈટમો બનાવી હતી.જેને નિર્ણાયકોએ એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા.આ સિવાય ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,પક્ષના નેતા,શિક્ષણ સમિતિના ચેરમેન,ડેપ્યુટી ચેરમેન,વોર્ડના પ્રમુખ,નગરસેવક,મહિલા મોરચાના પ્રમુખ,કિસાન મોરચાના પ્રદેશ કારોબારી સદસ્ય,કિસાન મોરચાના મહામંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.