લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભાવનગરમાં રખડતાં શ્વાનથી મહિલાનું મોત થયુ

ગુજરાતમાં દિવસે ને દિવસે રખડતાં ઢોર અને શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે.જેના કારણે રાહદારીઓ રખડતા શ્વાનના હૂમલાનો ભોગ બની રહ્યાં છે.જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં શ્વાનના હૂમલાને કારણે અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચવાના કેસ સામે આવ્યાં છે.ત્યારે ભાવનગરમાં પણ ચાર સંતાનની માતાને ગાલ અને શરીર પર બચકાં ભરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યારબાદ તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતું.આ બનાવ બન્યા બાદ ગામમાંથી રખડતા શ્વાનને દૂર કરવાની માંગ કરવામાં આવી છે.આવા હૂમલાઓથી અનેક લોકોના જીવ ગયાં છે અને અનેક લોકો ગંભીર ઈજાઓનો સામનો કરી રહ્યાં છે.ત્યારે તંત્ર દ્વારા આ અંગે માત્ર આશ્વાસનો આપવામાં આવે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી.જેના કારણે લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.જેમા ગામના સરપંચે પણ ગામમાંથી રખડતાં શ્વાનોને દૂર કરવાની માંગ કરી છે.