ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનુ બી.કોમ સેમેસ્ટર-6નું એકાઉન્ટનું પેપર લીક થયું હતું.ત્યારે આ બાબતે પોલીસ ફરિયાદ કરવા યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે બંધબારણે બેઠક બોલાવી હતી.જેમા જવાબદારો સામે પોલીસ ફરીયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.તેમજ જી.એલ કાકડીયા કોલેજમાં પરીક્ષા કેન્દ્ર હતું તેને તાત્કાલીક અસરે રદ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અમિત ગલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ્દ કરવામાં આવી છે.આ ઉપરાંત પેપરલિક કાંડમાં જવાબદારો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાય તેવું જણાવી રહ્યુ છે.આમ યુનિવર્સિટીના સત્તાધિશોની બેઠકમાં પરીક્ષા નિયામક, નિમણૂક કરાયેલા કમિટી સભ્યો સહિતનાઓ ઉપસ્થિત રહી આગામી ફરિયાદ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી છે,ત્યારે યુનિવર્સિટીના કાર્યાલય ખાતે વાઈસ ચાન્સેલર એમ.એમ ત્રિવેદીની ઓફિસમાં મીટીંગ યોજી આગળની કાર્યવાહી શું કરવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved