લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બિહારના સાસારામમાં ગૃહમંત્રીનો કાર્યક્રમ રદ થયો

બિહારના સાસારામમાં ગૃહમંત્રીનો કાર્યક્રમ રદ થયો છે.જેમા રામનવમીની શોભાયાત્રામાં થયેલી અથડામણ બાદ બિહારના બે જિલ્લા સાસારામ અને નાલંદામા તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો છે.જેને લઈ ગૃહમંત્રી અમિત શાહનો સાસારામમાં કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.જ્યાં સ્થાનિક ઘટનાને કારણે વહીવટીતંત્રે કલમ 144 લાગુ કરી છે.જેના કારણે સ્થાનિક તંત્રએ મંજૂરી આપી નથી.ત્યારે તેઓ નવાદાના કાર્યક્રમમા હાજરી આપશે.આમ સાસારામમાં તણાવને જોતા એસ.એસ.બીની કંપનીને બોલાવવામાં આવી છે અને અત્યારસુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.ત્યારે સ્થિતિને કાબૂમાં લેવા અરરાહ અને કૈમુરથી મોટી સંખ્યામાં પોલીસદળોને બોલાવવામાં આવ્યા છે.સમ્રાટ અશોકની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમા કેન્દ્રીય ગૃહમંત્રી રોહતાસના સાસારામ જવાના હતા.