લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વિજાપુર આરોગ્ય વિભાગે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરી

વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે જિલ્લા ટોબેકો સેલ મહેસાણાના માર્ગદર્શન હેઠળ વિજાપુર એસ.ટી વર્કશોપના કર્મચારી તેમજ ડ્રાઈવર અને કંડકટર સાથે વિશ્વ તમાકુ નિષેધ દિન 31મે 2023 અંતર્ગત વર્કશોપ યોજવામાં આવ્યો હતો.જેમા ડો.વિજય જે પટેલ તાલુકા આરોગ્ય અધિકારી તેમજ ડેપો મેનેજર વી.સી ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાલુકા આરોગ્ય વિભાગના સુપરવાઇઝર મુકેશભાઈ ચૌહાણ તમાકુ વ્યસનના કારણે થતી બીમારી તેમજ આંકડાકીય માહિતી આપી હતી.તમાકુથી દર વર્ષે 13,50,000 ભારતીય લોકો તમાકુના વ્યસનને લીધે જીવ ગુમાવે છે દરરોજ 5500 યુવાનો તમાકુની ઝપેટમાં આવે છે.આ સિવાય 10 માંથી 3 બાળકો ઘર અથવા જાહેર સ્થળોપર પરોક્ષ ધૂમ્રપાનનો શિકાર બને છે.આમ તમાકુનું સેવન કરતા દેશમાં વિશ્વમાં ભારત બીજા નંબરે આવે છે.વિશ્વમા દર વર્ષે 6000 લાખ વૃક્ષો કાપીને 6,00,00,000 લાખ સિગારેટનું ઉત્પાદન થાય છે જે પર્યાવરણને નુકસાન કર્તા છે.આમ છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ સિવિલ ખાતે મો અને ગળાના કેન્સરના 14,500 દર્દીઓ સામે આવ્યા છે.