વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કરશે.ત્યારે બીજેપી દ્વારા તેના સ્થાપના દિવસને ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે આગામી 6 એપ્રિલના રોજ પાર્ટીની સ્થાપનાને 43 વર્ષ થઈ જશે.આ સિવાય 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી બાબાસાહેબ આંબેડકરની જયંતિ સુધી સામાજીક ન્યાય સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે.આ દરમિયાન ગરીબ,શોષિત,વંચિત,અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ તેમજ પછાત વર્ગના કલ્યાણ માટે લીધેલા પગલાંઓની ચર્ચા થશે.જેમાં પાર્ટીનો ઝંડો ફરકાવવાની સાથે મીઠાઈ તેમજ ફળોનું વિતરણ કરવાનું કહેવામાં આવ્યું છે.દરેક બૂથ પર પીએમનું ભાષણ સાંભળવાની સૂચના આપવામાં આવી છે.જ્યારે 11 એપ્રિલના રોજ જ્યોતિબા ફૂલેની જન્મજયંતી પર પુષ્પાંજલી અર્પણ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved