લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભાજપ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની યાદી જાહેર કરશે

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી.જેમા વડાપ્રધાન મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા,મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ ઉપરાંત સીઈસીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં 90 જેટલા વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ શિગગાંવ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે,જ્યારે યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર શિકારપુરા વિધાનસભા બેઠક પરથી અને સીટી રવિ ચિકમંગલૂરથી ચૂંટણી લડશે.આમ ભાજપ આવતીકાલે ઉમેદવારોની યાદી જાહેર કરશે.જ્યારે બીજીતરફ કોંગ્રેસે પણ ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.જ્યારે કોંગ્રેસની બીજી અને અંતિમ યાદીની રાહ જોવાઈ રહી છે.જેમાં કોંગ્રેસે અત્યારસુધીમાં 224 બેઠકોમાંથી 166 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.આ સિવાય જનતા દળે 93 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.કર્ણાટકમાં આગામી 10મી મેએ એક તબક્કામાં ચૂંટણી પૂર્ણ કરી લેવામાં આવશે,જ્યારે 13મી મેએ પરીણામો જાહેર કરવામાં આવશે.