લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભાજપે કર્ણાટક વિઘાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ભાજપે કર્ણાટક ચૂંટણી 2023 માટે પાર્ટીના 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.જેમા નાગરાજ ચબ્બીને કલઘાટગીથી ટિકિટ આપવામાં આવી છે.આમ આ બીજી યાદીમાં પણ પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરનું નામ નથી.જેમાં ભાજપે કોલાર ગોલ્ડ ફિલ્ડ્સથી અનુસૂચિત જાતિના ઉમેદવાર અશ્વિની સંપાંગીને મેદાનમાં ઉતાર્યા છે.જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર શિકારીપુરા બેઠક પરથી ચૂંટણી લડશે.શિકારીપુરા યેદિયુરપ્પાની પરંપરાગત બેઠક છે.આ વખતે તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.આ સિવાય રાજ્ય મંત્રી ડો.અશ્વથનારાયણ સી.એન મલ્લેશ્વરમ બેઠક પરથી જ્યારે મંત્રી આર.કે.અશોક પદ્મનાભનગર અને કનકપુરા એમ બે બેઠક પરથી ચૂંટણી લડશે.આમ આગામી કર્ણાટક ચૂંટણી 2023 માટે 189 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.ત્યારે આ યાદીમાં ભારતીય જનતા પાર્ટીએ 52 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.