બોલીવૂડ અભિનેતા રણવીરસિંહ હવે ટેલિવિઝન પર ડેબ્યુ કરવાનો છે.ત્યારે રણવીર જલદી જ એક રિયાલિટી શોને હોસ્ટ કરતો જોવા મળશે.જેમાં તે કલર્સ ચેનલની એક ક્વીઝ શોને હોસ્ટ કરતો જોવા મળશે.જેનું નામ ન્યૂ બિગ રિયાલિટી સીરીઝ હોવાનું કહેવાઇ રહ્યું છે.આ શોમાં કુલ 2 રાઉન્ડ હશે.શોમાં એક ખાસ સીરીઝમાં તસવીરોને બતાવી પ્રશ્રો પુછવામાં આવશે.જેમાં સાચા જવાબ આપનાર અને દરેક રાઉન્ડ પાર કરનારા સ્પર્ધકને 5 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે.આ સિવાય દરેક સ્પર્ધકને ૩ લાઇફલાઇન આપવામાં આવશે.આ લાઇફલાઇનોની મદદથી સ્પર્ધક ચોથા અને આઠમા રાઉન્ડમાં જેકપોટ પ્રશ્ર રમી શરશે.રણવીરનો આ શો આગામી 25 જુલાઇથી રાતના 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી વીકેન્ડમાં લોન્ચ થશે.આ શોના 26 એપિસોડ હશે.આમ રણવીર પહેલા અમિતાભ બચ્ચન,શાહરૂખ ખાન,સલમાન ખાન અને આમિર ખાન ટીવી પર શોઝ હોસ્ટ કરી ચુક્યા છે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved