લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અભિનેતા સંજય દત્ત કન્નડ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા

બોલીવુડ અભિનેતા સંજય દત્ત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દમદાર એક્ટિંગ માટે જાણીતા છે.ત્યારે તેઓ એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે.જેઓ પોતાની આગામી કન્નડ ફિલ્મ કેડી:ધ ડેવિલ ના શૂટિંગમાં વ્યસ્ત છે.ત્યારે આ ફિલ્મમાં એક બોમ્બ વિસ્ફોટ સિક્વેન્સનું શૂટિંગ ચાલી રહ્યુ હત તે દરમિયાન સંજય દત્ત ઈજાગ્રસ્ત થઈ ગયા છે.જેમાં તેમની કોણી,હાથ અને ચહેરા પર ખૂબ ઈજાઓ પહોંચી છે.આ ઘટના બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યુ છે.આમ સંજય દત્ત કેજીએફ ચેપ્ટર 1 અને કેજીએફ ચેપ્ટર 2 બાદ ફરી એકવાર ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે.