લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના કરી

આગામી 10 મી સપ્ટેમ્બરે દેશમાં ગણેશચતુર્થી છે અને ગણપતિના ભક્તો તેની તૈયારી કરી રહ્યા છે. ત્યારે શિલ્પા શેટ્ટી પણ ગણપતિ બાપાની ભક્ત છે અને તેના ઘરે પણ તેમનું આગમન થઇ ગયું છે. શિલ્પા શેટ્ટી પોતાના ઘરમાં બાપાની મૂર્તિ પધરાવી રહી છે. આ પહેલા જ્યારે શિલ્પા ગણપતિની મૂર્તિ ઘરે લાવતી હતી ત્યારે પતિ રાજ કુન્દ્રા સાથે હતા. આમ શિલ્પા પોતાના ઘરમાં વર્ષોથી ગણપતિની સ્થાપના કરે છે. તેમજ ઘરને સુંદર રીતે શણગારે છે. તે બાપાને વિદાય પણ ભવ્ય રીતે આપે છે. શિલ્પાએ આ વખતે પતિ જેલમાં હોવાછતાં પોતાની આ પરંપરાને ચાલુ રાખી છે. બીજીબાજુ તેની બહેન શમિતા શેટ્ટી બિગ બોસના ઘરમાં છે. તેથી આ વખતે શિલ્પા સાવ એકલી પડી ગઇ છે. છતા તે હિંમત હારી નથી અને બાપાને શ્રદ્ધાથી ઘરે લાવી છે.