લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડની પીઢ અભિનેત્રી તરલા જોશીનું 90 વર્ષની વયે નિધન થયું

બોલીવૂડમાંથી આઘાતજનક સમાચારોનો સિલસિલો થંભતો નથી.ત્યારે વર્તમાન સમયમાં વધુ એક પીઢ અભિનેત્રી તરલા જોશીનું 90 વર્ષની વયે નિધન થયું છે.આમ તેમણે ટેલિવિઝનની સિરીયલો ઉપરાંત ગુજરાતી તેમજ હિંદી સિનેમામાં પણ કામ કર્યું છે.આમ તરલા જોશીએ એક હજારો મે મેરી બહના હૈ,સારા ભાઇ વર્સિસ સારા ભાઇ,બંદિની જેવી અનેક સિરીયલોમાં કામ કર્યું હતું.જ્યારે સારા ભાઇ વર્સિસ સારાભાઇમાં તરલા જોશીએ સતીશ શાહની માતાની ભૂમિકા ભજવી હતી.આ સિવાય તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.જેમાં ઇસ.1969ની મજીયારા હૈયા અને ઇસ.1976માં પરદેશી પાન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું તેમણે અનિલ કપૂર નિર્મિત ફિલ્મ ગાંધી માય ફાધરમાં પણ રોલ કર્યો હતો.