લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેત્રી ઉત્તરા બાવકરનુ નિધન થયુ

બોલિવુડની અભિનેત્રી અને થિયેટર કલાકાર ઉત્તરા બાવકરનું નિધન થઈ ગયુ છે.જેમા તેમણે લાંબી બીમારી બાદ મહારાષ્ટ્રના પુણેમાં 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.ત્યારે તેમના સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.ઉત્તરાએ મૃણાલ સેનની એક દિન અચાનક માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.આમ તેમણે રૂક્માવતી કી હવેલી,સરદારી બેગમ,તક્ષક,દોર,આજા નચલે,8 x 10 તસવીરો,લેસન ઈન ફર્ગેટિંગ,સંહિતા જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.આ સિવાય તેઓએ રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયમા અભિનયનો અભ્યાસ કરનાર ઉત્તરાએ મુખ્યમંત્રીમાં પદ્માવતી,મેના ગુર્જરીમાં મેના,શેક્સપિયરની ઓથેલોમાં ડેસડેમોના, નાટ્યકાર ગિરીશ કર્નાડની તુગલકમાં માતા જેવા નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી હતી.તેઓ ઉડાન,અંતરાલ,એક્સ ઝોન,રિશ્તે કોરા કાગઝ,નજરાના,જસ્સી જૈસી કોઈ નહી,કશ્મકશ જિંદગી કી અને જબ લવ હુઆ જેવા લોકપ્રિય ટીવી શોમાં તે નજર આવી ચૂકી છે.