લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ ફિલ્મ બ્લડી ડેડીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની ઘણી બેક ટુ બેક ફિલ્મો આવી રહી છે.ત્યારે તેની આગામી ફિલ્મ બ્લડી ડેડી ચર્ચામાં છે.જે ફિલ્મનું ધનસુખ પોસ્ટર આગલા દિવસે રિલીઝ કરવામાં આવ્યું હતું.ત્યારે ફિલ્મના ટીઝરની સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.ફિલ્મનું ટીઝર તેના નામની જેમ લોહીથી લથબથ છે. ટીઝરની શરૂઆત શાહિદથી થાય છે ત્યારબાદ તરત જ તેના હાથમાં ચાકુ દેખાય છે અને પછી શાહિદ એક પછી એક લોકોને મારતો જોવા મળે છે.બ્લડી ડેડીમાં શાહિદ કપૂરના ઇન્ટેન્સ લૂકે ચાહકોને ખુશ કરી દીધા છે.ફિલ્મમાં રોનિત રોય,સંજય કપૂર,ડાયના પેન્ટી અને વિવાન ભટેના પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.