લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ ફિલ્મ પોન્નિયિન સેલ્વન 2નું એન્થમ સોન્ગ રિલીઝ કરાયુ

સાઉથના ડાયરેક્ટર મણિરત્નમની ફિલ્મ પોન્નિયન સેલ્વન 2 છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે.ત્યારે ગત 29 માર્ચે તેનું ટ્રેલર રિલીઝ થયુ હતુ,ત્યારે ચાહકો પી.એસ 2ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.ત્યારે મેકર્સે પોન્નિયન સેલ્વન 2નુ એન્થમ સોન્ગ રિલીઝ કર્યું છે.જેને સિંગર એ.આર રહેમાને ગાયુ છે.ગયા વર્ષે 2022માં આવેલી ફિલ્મ પોન્નિયન સેલ્વને બોક્સ ઓફિસ પર મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.ત્યારે મેકર્સે તેના બીજા પાર્ટનું એલાન કર્યું હતુ.આમ એશ્વર્યા રાય બચ્ચન અને વિક્રમની ફિલ્મ પોન્નિયન સેલ્વન 2 આગામી 28 એપ્રિલ 2023ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.જે ફિલ્મમાં જયમ રવિ,ત્રિશા કૃષ્ણન અને કાર્થી પણ જોવા મળશે.