અમદાવાદના બોપલ વિસ્તારમાં રૂ.43 કરોડના ખર્ચે બનેલા નવા ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આમ બોપલ અને તેની આસપાસના વિસ્તારમાં 500થી વધુ હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલી છે આ સિવાય રિંગ રોડ આવેલો છે,ત્યારે કોઈ આગ કે અકસ્માતની ઘટનામાં ઝડપથી પહોંચી શકે તે માટે આ નવું ફાયર સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે.આ ફાયર સ્ટેશન શરૂ થવાથી બોપલ,શેલા,શીલજ,મણિનગર,સાણંદ,સાંતેજ,સાણંદ જીઆઇડીસી,બાવળા,ચાંગોદર સહિતના વિસ્તારોને ફાયદો થશે.ઔડા દ્વારા આ ફાયર સ્ટેશન બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.આ ફાયર સ્ટેશનના ઉદ્ઘાટન ઉપરાંત અમદાવાદ ફાયરબ્રિગેડમાં નવા 30 જેટલા વાહનોનો ઉમેરો થયો છે.જેમા 7 ફર્સ્ટ રિસ્પોન્સ વ્હિકલ,3 વોટર કેનન ગજરાજ,12 નાના-મોટા ફાયર ફાઈટિંગ વ્હિકલ્સ ફાળવવામાં આવ્યા છે.જેથી અકસ્માતની કોઈપણ ઘટનામાં ઝડપથી ફાયરબ્રિગેડ પહોંચી શકે.ફાયર સ્ટેશનનું ઉદઘાટન મેયર કિરીટ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના ફાયરબ્રિગેડના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજા,ફાયર બ્રિગેડના રમ્ય ભટ્ટ સહિતના અધિકારીઓ તેમજ ભાજપના કોર્પોરેટરો હાજર રહ્યા હતા.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved