લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / બોરસદમા દબાણ દૂર કરવા પાલિકા દ્વારા માપણી શરૂ કરાઇ

બોરસદમાં નગરપાલિકા દ્વારા વર્ષોજુના કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં પ્રથમ દિવસે કે.જી ચોકડી નજીકની નહેર પાસેથી દબાણ હટાવવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં પાલિકા દ્વારા મહી કેનાલની ઓફિસ બહાર, વાસદ ચોકડી,કોર્ટ બહાર,એમજીવીસીએલ કચેરી બહારના વર્ષોજુના 150થી વધુ દબાણોનો સફાયો કરવામાં આવતાં રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.જેમાં શહેરના બસ સ્ટેન્ડ,ફુવારા ચોક,ભોભાફળી,ટાઉન હોલ,કાશીપુરા,રબારી ચકલા સહીતના વિસ્તારોમાં માપણી કરી દબાણો પર નિશાન લગાવવામાં આવ્યા છે અને દબાણકર્તાને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવાની નોટિસ પણ આપવામાં આવી છે.