લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / બોટાદ અને ગાંધીધામ પાલિકાને 35 સિટી બસો ફાળવવામાં આવી

રાજયના શહેરોમા પરિવહન વ્યવસ્થા ગોઠવવા માટે રાજય સરકાર દ્વારા 1 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોની તમામ નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજનાનો લાભ આપવામાં આવે છે.જે લાભ અંતર્ગત રાજય સરકારે ગાંધીધામમાં 13 બસ અને બોટાદમાં 22 બસ મળીને 35 બસનું સંચાલન કરવાની મંજૂરી આપી છે.રાજયમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના વર્ષ 2018થી શરૂ કરવામાં આવી છે તેમજ 8 મહાનગરપાલિકાઓ અને 1 લાખથી વધુની વસ્તી ધરાવતી 22 જેટલી નગરપાલિકાઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.